પત્ર - 1

  • 5.3k
  • 1.9k

વહાલી , સ્નેહલ ઘણા વર્ષ પછી તને પત્ર લખું છું. શુ કરું? તારૂ સરનામું ન'તું ને!કોઈ પોતાનું કાયમી સરનામું આમ અચાનક છોડીને જતું રહે? તુ તો પાછી ગુગલ મેપ થી પણ,ટ્રેસ ન થાય કે તને સર્ચ કરું. ખેર,જવા દે,આટલા વરસોથી મારી મનઃસ્થિતિ તારા સદેહે ન હોવાના અને તારૂ અસ્તિત્વ મારી ક્ષણ-ક્ષણમાં હોવાનાં કારણે દ્વિધા ભરી જ રહી છે. દીમાગને તો તારી ગેરહાજરીની જાણ છે .પણ,આ વાત અંતરમન નોંધવા જ નથી માંગતું. એટલેજ કદાચ તારી યાદ આવે છે,તોય એક દૂર રહેતા સ્વજન જેવી સુમધૂર તેમાં જરા પણ દર્દ નથી. વળી ,ક્યારેક દીમાગનાં 'ડેટા- બેઝ'માંથી એ કાળ-દીન ભજવાઇ જાય.