પ્રારંભથી દર્પણ એક સીધો સાદો માધ્યમ વર્ગમાં ઉછરેલો સારું ચરિત્ર ધરાવતો છોકરો હતો. દર્પણનું બાળપણ ગરીબી માં ગુજર્યું હતું. દર્પણના માતા પિતા ડાંગ જિલ્લાના કરડી આંબા ગામમાં રહેતા હતા. દર્પણના પિતા દસમું ધોરણ પાસ હતાં અને આઈ.ટી.આઈ માં ફિટર ની તાલીમ લીધી હતી અને અમદાવાદના એક કારખાનામાં કામ કરતા હતા, પણ દર્પણના મમ્મી લક્ષ્મીબેનનું માનસિક સંતુલન ખોરવાતા રામુભાઇએ નોકરી છોડી પોતાનાં વતન તરફ મુખ કર્યું હતું. વતનમાં જઈ ઢોર ધાખર પાળીને પોતાનું ગુજરાન ચલાવતા હતા સાથે સાથે લક્ષ્મીબેનનો ઉપચાર પણ કરાવતા હતા. બહાર પણ ઘણું બતાવ્યું હતું પણ કઈ ફરક પડ્યો નહિ. દર્પણ ને એક બહેન પણ હતી જે એના