જાદુઈ કોરી કિતાબ

  • 5.8k
  • 2
  • 2.8k

પંદર વર્ષે આ ઘરનાં આંગણામાં પગ મૂકું છું, પચાસી વટાવીને. બારણે લટકતું તાળું રાહ જોઇ જોઇને શિયાળામાં ચેપડા બાઝેલી આંખોની જેમ જામ થઇ ગયેલું છે. કેટલાંય પ્રયત્નો પછી એ કટાયેલી ચાવીની ઓળખાણ પડી હોય એમ એ અવાજ કરી ખૂલ્યું. રિસાયેલા દરવાજાઓએ પણ થોડોક ગુસ્સો વ્યક્ત કર્યો પણ કોઈ સ્નેહીને માફ કરી દે એમ મને પણ માફી સાથે ઘરમાં લઈ લીધો. ઘરમાં પગ મૂકતાં જ પહેલું વહેલું તો બાળપણ અને તેની મધૂર યાદોં જ આવીને વળગી પડી ને હું ક્યાંય સુધી એ યાદીની સુગંધ માણતો રહ્યો. બોલાવેલા માણસોનાં પ્રવેશ થયો એટલે યાદોને જરા હડસેલી એમને સફાઇનું કામ સોંપ્યું. એ લોકો કામે