વિરહ

(14)
  • 3.9k
  • 1.4k

"કેમ હવે ચુપ થઈ ગયો?" બહુ બળતરા થાય છે ને તારી સો કોલ્ડ સેક્રેટરી મિસ જુહી ગુપ્તા સાથે ચેટ કરતાં તને પકડી પાડ્યો, બિઝનેસ મિટિંગના નામે ક્યારના છાનગપતીયા ચાલે છે એ હું જાણું છું. મારી જ આંખે પાટા બંધાયેલા હતા કે તારો અસલી રંગ મને હવે પાંચ વર્ષે દેખાયો," નિરાલી હજુ ઉશ્કેરાટમાં હતી. "ઇનફ ઇઝ ઇનફ, બસ, હું આખો દિવસ ફેકટરીમાં ગદ્ધાવૈતરું કરું છું તે કોના માટે, તારા અને આપણા દીપ માટે અને તું એ બે વર્ષના બાળકને આયા પાસે મૂકીને ક્યારેક કીટી પાર્ટી ની મોજ માણવા જાય છે તો ક્યારેક કોલેજના મિત્રોને મળવા. એક માં થઈને દીપનો વિચાર કર,"