પ્રેમનું સરનામું

  • 4.4k
  • 1.5k

સારો-નરસો સમય ચાહે કોઈ પણ હોય, દરેક સમયમાં મારા મનને કંઈક કરવું ગમતું હોય તો એ છે વાંચન; સાહિત્ય વાંચન. આમજ એક દિવસ હું થોડી ઉદાસ હતી. જિંદગીની અમુક ઉલઝનોમાં અટવાયેલી હતી. શું કરું ન કરું?? ની દ્વિધામાં હંમેશની મુજબ મનને શાંતિ આપતી એક નવલકથા હાથમાં લઈ બેઠી હતી. ત્યાં જ ફોનમાં મેસેજ ટોન રણકી. ઓનલાઈન રીડિંગ કરવાનું થાય ત્યારે સ્વાભાવિકપણે હું મેસેજ પર ધ્યાન નથી આપતી. પરંતુ નોટિફિકેશન્સમાં ચમકેલું નામ હતું; પદ્માક્ષિબેન. જેને અવગણવાનું તો હું ભૂલથી પણ ન કલ્પી શકું. એ જ ઘડીએ મેં વાંચન સાઈડ પર રાખ્યું અને મેસેજ ઓપન કર્યા."યક્ષુ, તારું એક કામ છે." એમનો મેસેજ