તલાશ - 31

(62)
  • 5.8k
  • 2
  • 3.6k

ભોજન પૂરું થયા પછી.બધા ટેરેસમાં ગયા. એક ખૂણામાં જીતુભા મોહિની અને સોનલ ઉભા હતા. તો એમનાથી લગભગ 10 કદમ દૂર સુરેન્દ્રસિંહ પ્રદીપભાઈ અને હેમા બહેન ઉભા હતા. મોહિનીએ જીતુભાને પૂછ્યું "તો તું સવારે જેસલમેર જઈશું કા?" "હા લગભગ 7-8 દિવસ માટે." "જીતુ મારું એક કામ કરીશ?" કહીને મોહિનીએ પ્રદીપભાઈ અને ત્રિલોક ચંદ્રની વાત થઇ હતી એ ટૂંકમાં કહી અને પછી કહ્યું. પપ્પા આ શની-રવીમાં ત્યાં જવાનું કહે છે. પણ મને અંદરથી ડર લાગે છે કે એ લોકો કંઈક ગરબડ કરશે. એ લોકો પેઢીઓથી ત્યાં રહે છે. કરોડોપતિ અને માથાભારે છે. અમારું ગામ 'ગોમત' પોખરણ ની બાજુમાં છે. જેસલમેરથી લગભગ 100 કિલોમીટર દૂર" "તો પરણી જા એને. કરોડો પતિ