કબૂલાત

(17)
  • 3.5k
  • 4
  • 1.4k

સામાન્ય રીતે આવો માહોલ દર વખતે જોવા મળતો નથી પરંતુ આજે કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો હતો. આરોપીને જોવા માટે કોર્ટમાં ભારે ભીડ જામેલી હતી અને જેટલી અંદર કોર્ટમાં ભીડ હતી તેનાથી વધારે ભીડ કોર્ટની બહાર પણ જામેલી દેખાતી હતી. આખા શરીરે સાંકળથી બાંધીને આરોપી શંકરને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. પચ્ચીસ વર્ષની ઉંમરે આરોપી શંકરને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આરોપી શંકર એક ખતરનાક ચોર હતો દર બીજા દિવસે તે ચોરી કરતો હતો અને એટલી સાવધાનીથી કરતો હતો કે પોતાની પાછળ કોઈ સબૂત છોડીને જતો ન હતો તેથી ઝડપાતો પણ ન હતો. આ વખતે તેણે શહેરના