દિવાળી

  • 5.7k
  • 2
  • 3.1k

લેખ:- દિવાળી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની હિંદુ ધર્મના તમામ તહેવારોમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો ગણાય છે. પાંચ દિવસ સુધી ચાલતો આ તહેવાર છે. આ તહેવારો છે - વાક્બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ. એનો બીજો દિવસ ભાઈ બહેનનાં પ્રેમનું પ્રતિક છે - ભાઈ બીજ. આસો માસનો અંત અને કારતક માસની શરૂઆત એ આ તહેવારો છે. કેટલાંક વિસ્તારોમાં દિવાળીનો તહેવાર આસો વદ એકાદશીથી લઈને કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ સુધીનો ગણાય છે, તો કેટલાંક વિસ્તારોમાં ધનતેરસથી બેસતું વર્ષ આવે ત્યાં સુધી દિવાળી ગણાય છે. ગમે તે હોય પણ આખા દેશમાં આ તહેવાર સાર્વજનિક તહેવાર તરીકે ધામધૂમથી ઉજવાય