અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-5

  • 2.9k
  • 1.1k

અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-5 *** “ભાર....ત માતા કી......!” “ધાંય....! ધાંય....!” પાઈન વૃક્ષોની ઘાટીમાં ઝાડની ઓથે ઉભેલો અભિમન્યુ પોતાની આંખો સામે પોતાનાં જિગરીજાન મિત્ર પૃથ્વીને વીરગતિ પામતાં જોઈ રહ્યો. “નઈ....!” હતપ્રભ થઈ ગયેલાં અભિમન્યુથી બૂમ પડાઈ ગઈ. અભિમન્યુની બૂમનો અવાજ સાંભળી પૃથ્વીને ગોળી મારનાર પાકિસ્તાની કમાન્ડર સહિત નીચે મૃત પડેલાં પૃથ્વીની આજુબાજુ ઉભેલાં અન્ય જવાનોએ અવાજ સાંભળી લીધો અને ચોંકીને અવાજની દિશામાં જોયું. “જાવ....! ત્યાં.. જોવો...! હજી કોઈ બીજું છે...!” પાકિસ્તાની કમાન્ડર ઘાંટો પાડીને બોલ્યો. “હશેજ...!” ત્યાંજ ટેન્કની જોડે ઉભેલો એક ચાઈનીઝ સોલ્જર બોલ્યો. પાકિસ્તાની કમાન્ડર સહિત બાકીનાં બધાંએ તેની