જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 8 - છેલ્લો ભાગ

(64)
  • 4.9k
  • 2
  • 2.7k

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-8 રહસ્ય ઉપરથી પડદો ખુલે છે...... હરમને ચા પીતા પીતા જમાલને ફોન લગાડ્યો હતો. "જમાલ, તું એ વ્યક્તિને લઇ પોલીસ સ્ટેશને આવી જા. તારો કોઇ પીછો નથી કરતુંને એ વાતનું તું ખાસ ધ્યાન રાખજે." હરમને જમાલને સમજાવતા કહ્યું હતું. "કહાની હજી બાકી છે એ વાત હું સમજ્યો નહિ અને જમાલ કોને લઇને આવી રહ્યો છે?" ઇન્સ્પેક્ટર પરમારે અચરજ સાથે હરમનને પૂછ્યું હતું. "પરમાર સાહેબ, આ જાન્હવીનો ખૂન કેસ છેને એવો ખૂન કેસ નથી ક્યારેય ફિલ્મોમાં જોયો કે નથી ક્યારેય કોઇ નોવેલમાં વાંચ્યો. આવા ખૂન કેસની કલ્પના કરવી પણ અઘરી છે. એ વ્યક્તિ આવી જાય એટલે ઘણું