આ જનમની પેલે પાર - ૪

(39)
  • 6.2k
  • 2
  • 3.6k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૪ દિયાને કસમ ખાધી અને કોઇ સમસ્યા ન હોવાની વાત કર્યા પછી બધાં ચૂપ થઇ ગયા હતા. જાણે એમની પાસે કોઇ દલીલ ના બચી હોય એમ સ્તબ્ધ હતા. દિયાન અને હેવાલી મનોમન ખુશ થઇ રહ્યા હતા ત્યારે દિનકરભાઇએ કહ્યું:'ભલે તમારી વાત સાચી હોય કે કોઇ સમસ્યા નથી તો છૂટા પડવાની કોઇ જરૂર જ નથી. અમે વડિલોએ એકબીજાની સંમતિથી તમારા લગ્ન ગોઠવ્યા હતા. હવે છૂટા પડવા માટે બંનેના પરિવારની સંમતિ જરૂરી છે અને એ કોઇ આપવાના નથી. મહેરબાની કરીને તમારું આ ગાંડપણ રહેવા દો...' દિનકરભાઇના મોટા થતા અવાજથી ગભરાયા વગર દિયાન બોલ્યો:'પપ્પા, આ ચર્ચાનો કોઇ અંત આવવાનો