શ્રેષ્ઠતાઅને પૂર્ણતાનું પ્રતિક :શરદોત્સવ રસો વૈ સઃ ।। ભગવાન શ્રી કૃષ્ણ રસ મય છે. અનંત રસ રૃપ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમાં સ્કંધમાં અધ્યાય ૨૯ થી ૩૩ રાસ પંચાદયાયી ના શ્લોકો છે.જે અનુસાર કહીએ ભગવાન શ્રી કૃષ્ણ શરદ પૂર્ણિમાને દિવસે વૃંદાવનમાં આવ્યા અને વેણુનાદ કર્યો; અને એ વેણુમાં "ક્લીં" નામનું બીજ પ્રગટ કર્યું. આ "ક્લીં" એ કામરાજ બીજ છે. વેણુનાદ રસરૂપા ગોપીઓએ સાંભળ્યો, પણ ગોપીઓની અંદર જે કામના હતી એ ભગવાન શ્રી કૃષ્ણને મેળવવાની કામના હતી. તો એ પૂર્ણિમાને દિવસે ગોપીઓનું શ્રી કૃષ્ણ ભગવાન સાથે મિલન થયું અને દિવ્ય રાસ રચાયો. આધ્યાત્મિક રીતે જો વિચારીએ