મારો શું વાંક

(13)
  • 5.5k
  • 1.9k

વ્હીસલ વાગી અને ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પર ઉભી રહી. બધા પેસેન્જરની સાથે હું પણ નીચે ઉતર્યો અને મેઈન ગેટ તરફ ચાલવા લાગ્યો. બપોરના બાર-સાડા બારનો સમય, ધોમધખતો તડકો અને વૈશાખી લુ, પરસેવે રેબઝેબ હું બેગ ઢસડતો ગેટની બહાર નીકળી રેલવે સ્ટેશનની બહાર નજર દોડાવી રીક્ષા શોધી રહ્યો હતો. મને ઉભેલો જોઈ એક રિક્ષાવાળો રીક્ષા લઈને મારી પાસે આવ્યો. "ક્યાં જાવું છે સાયેબ?" મોમાં ભરી રાખેલી પાનની થુંકની પિચકારી રસ્તાના ખૂણે મારી એણે મને પૂછ્યું. "આશિયાના સોસાયટી, પટેલ રોડ, કેટલા થશે ત્યાં જવાના?" "એંસી રૂપિયા થશે." "એં....સી, હું તો સાઠ જ આપીશ." "ઠીક છે, તમે સાઠ આપજો, આમેય મારો જમવાનો