આઝાદી

  • 3.1k
  • 998

"અચ્ચાચ્ચો.. હમણાં પડી ગઈ હોત.સોરી હોં?" મેં મારી જાતને સંભાળતા કહ્યું. મેં સલવાર અને કુર્તો પહેર્યા હતાં. મારો મરૂન કલરનો દુપટ્ટો મારા સફેદ કુર્તા ની ઉપર ખભા પાસે લગાવેલી બે પટ્ટીઓમાં ફસાવીને મેં પાછળ લબડતો રાખ્યો હતો. બિલકુલ જેમ તમિલ વિદ્યાર્થીનીઓ નાંખે છે. આખરે હું પણ વિદ્યાર્થીની જ હતી. આ મારો સ્કૂલનો ડ્રેસ હતો. મારી પંદરમા જન્મદિવસે અબ્બાએ આપેલી માથામાં નાંખવાની રિબન મેં મારાં વિશ્વાસમાં ઓટ ન આવે એટલે નાંખી હતી."નીનકાલ તમિલાર?(તમે તમિલ છો?)" પેલા સિક્યોરિટી ગાર્ડે મને પ્રશ્ન પૂછ્યો. "આ, એન...( હા, કેમ?)" મેં સામો સવાલ કર્યો. મારાં શ્વાસ અધ્ધર થઈ ગયા.એનાં મોં પર આશ્ચર્ય હતું. આટલી બધી ભીડ હતી.