કૃપા - 9

  • 4k
  • 1.8k

(કૃપા અને કાનો ગનીભાઈ ને મળવા ગયા હતા.ગનીભાઈ તો કૃપા ની ખુમારી જોઈ ને આભા બની ગયા.અને કૃપા તેમને જોરદાર જવાબ આપી ને ત્યાંથી નીકળી ગઈ.હવે આગળ...) કૃપા બીજા દિવસે મોડે સુધી સૂતી હતી,રામુ જાગી ને તૈયાર પણ થઈ ગયો,તેનું ધ્યાન કૃપા ની કાલ ની સાડી પર ગયું,ત્યાં જ કૃપા જાગી એટલે રામુ એ તરત પૂછ્યુ "ક્યાંય ગઈ હતી કાલે?" કૃપા તેનો પૂછવાનો અંદાઝ સમજી ગઈ એટલે બોલી"હા તું તો ફરવા નથી લઈ જતો,તો એકલી ગઈ હતી,મંદિરે" કૃપા ના કટાક્ષથી રામુ નું માન ઘવાયું,અને તે ત્યાંથી બહાર નીકળી ગયો.. કૃપા કાલ ની રાત વિશે વિચાર કરતી હતી.તેને