અનંતોયુધ્ધમ્ - 5

  • 2.6k
  • 1
  • 1.1k

"અરણ્યની મધ્યે શું, પિતાજી?""અરણ્યની મધ્યે એક પ્રયોગશાળા બનાવી છે, એમની સીમામાં પ્રવેશ કરનાર ત્યાં ગુલામ બને છે અથવા પ્રયોગનું સાધન.""પ્રયોગનું સાધન, એટલે?""એટલે પકડાયેલાં માણસો પર સંશોધનો થાય છે, નવી ઔષધિઓ કે શસ્ત્રક્રિયાઓનાં પરિક્ષણ. જેમાં કેટલાક આડઅસરો સાથે રિબાઇ રિબાઇને જીવે છે અથવા ખૂબ ખરાબ પરિસ્થિતિમાં મૃત્યુ પામે છે. જે અમાનવીય છે. વળી જો બાળક હોય તો એને ઔષધિઓ, યુદ્ધકલાની તાલિમ આપી ખૂંખાર માનવશસ્ત્ર બનાવી વિલવક નરેશની સેનામાં ભેટ આપવામાં આવે છે.""બાળકોને પણ એ લોકો... ""મહાત્વાકાંક્ષા વ્યક્તિને સ્વાર્થી બનાવી દે છે ને સ્વાર્થ ક્રૂર બનાવી દે છે.""તો આરણ્યકોને અને અંબરીષને કોઇએ રોકવાનો પ્રયત્ન ન કર્યો?""કર્યો હતો... એકવાર નહીં, ઘણીવાર... હજી પણ