ડાકિયા ડાક લાયા “સમગ્ર જગત માટે એક ટપાલ સેવા” એ જેનો મુદ્રાલેખ છે અને આંતર રાષ્ટ્રીય ટપાલ સેવાનું નિયમન કરતાં યૂનિવર્સલ પોસ્ટલ યુનિયનનો આજે 9 ઓકટોબરે સ્થાપના દિન છે જે વિશ્વભરમાં વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવાય છે. આજે તો EMAIL દ્વારા આંગળીની એક ક્લીકથી એક પળમાં સંદેશો દેશવિદેશમા ગમે તે ખૂણે પહોચાડી શકીએ છીએ, ઈમેલના જમાનામાં ટપાલસેવા ખૂબ ઓછી થતી જાય છે પણ તે છતાં તેની વિશેષતાને સમજવા અને આજની પેઢી જેનાથી બહુ ઓછી માહિતગાર છે તે સામાન્ય માનવી અને બિઝનેસમેનના રોજીંદા જીવન સહિત દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલ વિભાગના યોગદાન વિશે જાગરૂકતા પેદા કરવાનો છે. પોસ્ટ વિભાગ દાયકાઓ સુધી દેશની અંદર જ નહીં પરંતુ એક દેશમાંથી બીજા દેશ સુધી માહિતી પહોંચાડવાનું સૌથી વિશ્વસનીય, સુગમ અને