પાવાગઢની ભદ્રકાળી માઁ....

  • 6.6k
  • 3k

હમણાં થોડા દિવસમાં આપણા બધાંને ગમતી નવરાત્રી આવી રહી છે.મારે આ લેખમાં નવરાત્રી વિશે નહીં પરંતુ પાવાગઢની માતા મહાકાળી અને ચાંપાનેર રાજ્ય વિશેની વાત કરવી છે.અમદાવાદથી દક્ષિણ તરફ 125 km અને વડોદરા શહેરથી પૂર્વ તરફ 25 km સ્થિત પાવાગઢનો પર્વત છે.અનંત કાળ પહેલાં કોઈ જવાળામુખીને કારણે અસ્તિત્વમાં આવ્યો હોય તેવું માનવું છે.આખો ડુંગર કાળા ક્લરનો પત્થર છે.એવું કહેવાય છે કે તે પહાડ ઉપસેલા ભાગનો ત્રણ ભાગ ભૂમિ અંદર છે.કિવદંતિ છે કે પહેલાં આ પહાડ પર દારૂણ નામનો દૈત્ય તપસ્વી,ડુંગરવાસી, ઋષિ,પ્રાણીને જીવતાં મારી ખાઈ જતો હતો.સર્વત્ર ત્રાહિમામ હતો.સૌ એકત્ર મળી દેવાધિદેવ ઋષિઓના તારણહાર બ્રહ્મા પાસે પ્રાર્થના કરી. તેમણે ચિંતન