કુદરતના લેખા - જોખા - 43

(27)
  • 5.4k
  • 1
  • 2.1k

આગળ જોયું કે કેશુભાઈના સમજાવવાથી મીનાક્ષી મયુરના ઘરે જ રહેવાનું નક્કી કરે છે અને સાગરને પણ ફોન કરીને જણાવી દે છે કે તે તેની કોઈ મદદ નહીં કરી શકે. ભોળાભાઈ મીનાક્ષી ને રડતા મોકલીને દુઃખી થયા હતા એટલે જ તે બધા પ્રશ્નો પૂછવા મયુરને મળવા જાય છે.. હવે આગળ........ * * * * * * * * * * * * * * * * ભોળાભાઈ ખૂબ જ કઠણ હૃદયના હતા છતાં આજે તે મીનાક્ષી ના આંસુને જોઈને દ્રવી ઉઠ્યા. તેણે આજે તેની વફાદારી પર ગુસ્સો આવી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે એવી વફાદારી નિભાવીને શું