જાસૂસનું ખૂન - ભાગ 7

(20)
  • 4.6k
  • 1
  • 2.3k

જાસૂસનું ખૂન ભાગ-7 શંકાની સોય બરાબર સવારે નવ વાગે હરમન અને જમાલ પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા હતાં. બંન્નેની આંખો લાલ હતી. આખી રાતનો ઉજાગરો બંન્નેની આંખોમાં દેખાઇ આવતો હતો. ઇન્સ્પેક્ટર પરમસિંહ સવારે આઠ વાગે જ પોલીસ સ્ટેશન આવી ગયા હતાં. હરમન અને જમાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા એટલે એમણે એ બંન્ને માટે ચા મંગાવી હતી. "હરમન આ કેસ પાછળ તારે આખી રાતનો ઉજાગરો થયો લાગે છે. ઉજાગરો કરવાનો કોઇ ફાયદો થયો ખરો?" ઇન્સ્પેક્ટર પરમસિંહે ચા પીતા પીતા પૂછ્યું હતું. "ઇન્સ્પેક્ટર લાગે તો છે કે ઉજાગરાનો ફાયદો થયો હોય પરંતુ કેસની કેટલીક કડીઓ જોડાતી નથી. આપ દિવ્યેશ મહેતાને ફોન કરી