હાટકેશ મહાદેવ, વડનગર. નાગરોના ઇષ્ટદેવનું આ પ્રાચીન મંદિર ખૂબ પ્રખ્યાત છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં વસતા નાગરો પણ જીવનમાં એક વાર તો વડનગર હાટકેશજીની મુલાકાત અચૂક લે છે.વડનગર જવા હવે ફોર ટ્રેક રસ્તો છેક ગાંધીનગરથી થઈ ગયો છે. પહેલાં તો વાસણીયા મહાદેવ મુકો એટલે બે એસટી બસ સામસામે આવી જાય તો એકે થોડા પાછળ જવું પડે એવો રસ્તો ગોઝારીયા સુધી હતો. રસ્તે વસઈ, કડા (જ્યાં આંખની હોસ્પિટલ છે) પાસે એકદમ સાંકડો રસ્તો હતો જે હવે છેક સુધી પહોળો અને સરસ થઈ ગયો છે. વાસણીયા મહાદેવ સામે અશોકવાટિકામાં વિશાળ હનુમાનજીની મૂર્તિનાં દર્શન અચૂક કરશો. વચ્ચે સિઝન મુજબ વાડીમાંથી તાજાં તોડેલાં જમરૂખ, મકાઈ,