જાસૂસની જાસૂસી - ભાગ 5 - છેલ્લો ભાગ

(51)
  • 5.7k
  • 1
  • 2.4k

જાસૂસની જાસૂસી ભાગ-5 તીવ્ર દુર્ગંધ આશ્રમમાંથી બહાર નીકળ્યા બાદ હરમન અને જમાલ ઓફિસે પહોંચ્યા હતાં. ઓફિસે પહોંચ્યા બાદ હરમને બાબુલાલના શર્ટને હાથમાં લીધું અને એનું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું હતું. ખિસ્સા ઉપર જ્યાંથી સોય ખિસ્સુ ફાડીને તમાકુની ડબ્બીમાં ફસાઇ ગઇ હતી એ ખિસ્સાનો ભાગ ખૂબ વધારે ફાટી ગયો હતો. એ શર્ટને એણે નાક પાસે લઇ જઇ સૂંઘ્યો હતો અને કશાક વિચારમાં પડી ગયો હતો. "જમાલ, તું અહીં ઓફિસમાં મારી રાહ જોજે. હું એક કામ પતાવીને આવું છું." હરમને જમાલને કહ્યું અને તરત એ ઓફિસમાંથી બહાર નીકળી ગયો હતો. જમાલને નવાઇ લાગી હતી કારણકે હરમન એને લીધા વગર કશે જતો