જાસૂસની જાસૂસી - ભાગ 3

(20)
  • 5k
  • 2.8k

જાસૂસની જાસૂસી ભાગ-3 " જર, જમીન અને જોરુ ત્રણે કજીયાના છોરુ " બાબુભાઈએ ઈશારો કરી હરમનને સાધુશ્રીની નજીક બોલાવ્યો હતો. 'બાબુભાઈએ મને બધી વાત કહી છે. તમારે જે સવાલ પૂછવા હોય તે મને પૂછી શકો છો.' સાધુશ્રીએ હરમનને કહ્યું હતું. ‘સાધુશ્રી, ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઇ આપની સંસ્થાના ટ્રસ્ટીઓ છે. એમનું ખૂન કરવામાં આવ્યું છે એ વાતની આપને ખબર છે? એમનું ખૂન કોણ કરી શકે એ બાબતે આપ કશો પ્રકાશ પાડી શકો એમ છો?’ હરમને સાધુશ્રીને ખૂબ વિનમ્રતાથી પૂછ્યું હતું. 'આ બંને જણ અમારા સેવાશ્રમની અંદર સેવા આપતા હતા અને અમારી સંસ્થામાં ટ્રસ્ટીઓ પણ હતાં એમનું દુઃખદ મૃત્યુ થયું.