સાહેબ

(16)
  • 5k
  • 1.7k

શારીફના લગ્નને માત્ર એક વર્ષ પૂરું થયું હતું અને તેને એમ લાગવા માંડયું હતું કે સમય ખૂબ ધીમો ચાલી રહ્યો છે. તેના પ્રેમ લગ્ન થયા હતા અને છતાં પણ તેને વિચિત્ર લાગતું હતું કે જીવનમાંથી અચાનક રોમાંચ ક્યાં ગાયબ થઈ ગયો હતો! “ખેર કોને ખબર પણ કદાચ જિંદગી આવી જ હશે” તે આમ વિચારતો અને મનોમન કહેતો કે તેણે થોડો ઇંતેજાર કરવો જોઇએ અને બધુ નીરસ આપમેળે ફરી રોમાંચક બની જશે. શારીફ પોલીસમાં નોકરી કરતો હતો. તેનું કામ કચેરીમાં જે ફરિયાદો આવતી તેનો નિકાલ કરવાનું અને ગુનેગારોને પકડવાનું હતું. રોજબરોજ કોઈને કોઈ કેસ માં તેને શામિલ થવું પડતું.