બદલો - (ભાગ 5)

(10.6k)
  • 7.1k
  • 1
  • 4.1k

નીયા ના કમરમાં અભી ના બંને હાથ પરોવાયેલા હતા,નીયા એ એનો એક હાથ અભી ના ખભે થી લઈને ગળા સુધી વીંટળાયેલો હતો અને બીજા હાથથી અભી ની કમર માં એના શર્ટ ને પકડી ને ઉભી હતી... બંને એકમેકમાં ખોવાઈ ગયા હતા જાણે આસપાસ નો ચહેલપહેલ સંભળાતો જ ન હોય એ રીતે બંને એકબીજાની આંખો ના દરિયા માં ડૂબી ગયા હતા...નીયા ની હિલ્સ અભી ના બૂટ સાથે અડકીને ઉભી હતી જો ત્યાંથી અભી એનો પગ લઈ લે તો નીયા ના બચવાના ઉપાય ઓછા હતા જેથી અભી એ એનો પગ જેમ હતો એમ જ રહેવા દીધો હતો ,નીયા એ પોતાના શરીર ને