સવાલ એક જ શું કામ..?? - શું કામ..??

  • 3.1k
  • 2
  • 842

શું કામ.... હવે, પહેલાં જેવો દિવસ નથી વીતતો..??પહેલાં જેવી સવાર નથી ઉગતી, જેમાં તાજગી હતી, એક ઉત્સાહ હતો, એક અનેરો આહલાદક ઉન્માદ હતો...!! બપોરના ટાણે જમવા માં શાક - રોટલી કે દાળ ભાત કે બીજાં બત્રીસ જાતનાં પકવાન જોતાં જે ભૂખ લાગે એનાં થી પણ વધારે ભૂખ લાગતી એ પૂછવાની કે "તે જમ્યું કે નહીં??".... એ બપોર નથી થતી હવે....!!સાંજે નવરાશ ની પળે, કોઈ ને કોઈ કારણસર, કોઈ પણ મુદ્દે, કોઈ પણ વાત ઉખેડી ને "લમણાઝીંક" કરીને સાંજ પણ સોનેરી નથી થતી હવે....મોડી રાત સુધી રાહ જોઈને નીંદર તો આવી જ જાય પણ, એ નીંદરડી ને સાવ જ ગાંઠયા વગર તોછડાઈ