હમદર્દ..... તારા પ્રેમ થકી... - 2 - અણધારી આફત

(24)
  • 5.6k
  • 2
  • 2.8k

સ્વરા નું નવું આવેલું પેશન્ટ કોઈ સાધારણ વ્યક્તિ ન હતી. દિલ્હીના મોટા એમ્પાયર અને ગ્રુપ ઓફ કોમર્સની લીડર સુમિત્રા દેવી ખૂબ જ નામાંકિત વ્યક્તિ હતી.અને એક સમયે સફળ બિઝનેસ વુમન તરીકે તેમણે ખૂબ જ નામના મેળવી હતી. જોકે અત્યારે આં બધો બિઝનેસ એમ્પાયર તેમણે પોતાના પૌત્ર યશ મલિકને સોંપીને હાલ તો નિવૃત જીવન જીવી રહ્યા હતા પરંતુ આ એમ્પાયર ઉભું કરવામાં તેમણે અથાગ મહેનત કરી હતી. આ જ જસ્બા ને કારણે એક મોટી અને પ્રતિષ્ઠિત હસ્તી તરીકે તેમનું નામ આજે પણ બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં ગુંજતું હતું . સ્વરા હજી પણ મૂંઝવણમાં હતી કે આગળ શું કરવું .