પ્રાયશ્ચિત - 4

(89)
  • 12.2k
  • 2
  • 9.9k

પ્રકરણ ૪ પટેલ કોલોની શેરી નંબર ૪ માં મારુતિ વાને પ્રવેશ કર્યો અને જે મકાન ભાડે રાખ્યું હતું એની આગળ જઈને માલવિયાએ વાન ને ઉભી રાખી. નીચે ઊતરીને એણે દરવાજો ખોલ્યો. ડેલીબંધ મકાન હતું. એસ્ટેટ બ્રોકરે બંગલો શબ્દ વાપર્યો હતો પરંતુ ખરેખર આ કોઈ બંગલો ન હતો પરંતુ એક વિશાળ ટેનામેન્ટ હતું !!મોટુ એવું કમ્પાઉન્ડ હતું જેમાં ગ્રે કલરના પોલીશ પથ્થર જડેલા હતા. એક નાનો તુલસીક્યારો હતો અને આસોપાલવ નું એક ઝાડ પણ હતું. મકાન ગઈકાલે જ સાફ કરાવ્યું હતું એટલે એકદમ સ્વચ્છ હતું. અંદરથી પણ મકાન ખૂબ વિશાળ હતું. મોટો ડ્રોઈંગ રૂમ એક બેડરૂમ અને કિચન હતું. ગેસનો બાટલો અને સ્ટવ