કુળદીપક

(78)
  • 8.8k
  • 3k

આખી રાત ધીમી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો એટલે સવારના પહોરમાં વાતાવરણમાં ઠંડક પણ સારી હતી. દિવ્યાબેન ના દિલમાં પણ અત્યારે એવી જ ઠંડક પ્રસરી હતી. થોડીવાર પહેલા જ અમેરિકાથી ધર્મેશભાઈ નો ફોન આવી ગયો હતો કે કૈવલને એરપોર્ટ જઈને લઈ આવ્યો છું. તમે લોકો કોઈ ચિંતા ના કરશો. ધર્મેશ દિવ્યાબેનનો મામાનો દીકરો ભાઈ હતો. ધર્મેશ વર્ષોથી બોસ્ટન સિટીમાં સ્થાયી થયો હતો. " હાશ!! દીકરો પહોંચી તો ગયો !!" ફોન ઉપર સમાચાર સાંભળીને દિવ્યાબેનને હાશકારો થયો. ત્યારે મોબાઇલ યુગ શરૂ થયો નહોતો. ઘરના લેન્ડલાઇન અથવા એસ.ટી.ડી પી.સી.ઓ થી ઇન્ટરનેશનલ વાતો થતી. જશુભાઈ અને દિવ્યાબેનનો કૈવલ એકનો એક દીકરો હતો. એમને