સાચી મિત્રતા

(80)
  • 8.7k
  • 3.1k

બેંગલોર એરપોર્ટ ના મુંબઈ તરફ જતી ફ્લાઇટ ના ડીપાર્ચર લાઉન્જમાં બાજુ બાજુમાં બેઠેલી બે અજાણી વ્યક્તિઓ એક બીજા સાથે સમય પસાર કરવા વાતચીત કરી રહી હતી. " આજકાલ ફલાઇટો બહુ લેટ પડે છે." સુધીર ગણાત્રાએ બાજુમાં બેઠેલા ભાઈ સાથે વાત શરૂ કરી. એ ભાઈએ થોડી વાર પહેલાં જ મોબાઈલ ઉપર પોતાના ઘરે ગુજરાતીમાં વાત કરી હતી એટલે એ ગુજરાતી હોવાની સુધીરભાઈને ખાતરી થઈ હતી. " હા તમારી વાત સાચી છે. સમયનું શિડ્યુલ સચવાતું નથી. લોકલ ફલાઈટો તો ઠીક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ સમયસર ઉપડતી નથી. " " જો કે ફલાઈટો પણ ઘણી વધી ગઈ છે એટલે શિડયુલ સચવાતું નથી. તમે