અર્જુન ( એક દેશપ્રેમી )

  • 2.9k
  • 780

અર્જુન (એક દેશપ્રેમી)મુંબઈનો એક પોશ એરિયા કોલાબા . ત્યાંની એક ફેમશ રેસ્ટોરન્ટ એન્ડ બાર. અર્જુન અને એના કોલેજના છ મિત્રો આજે અહીં એક ફેરવેલ પાર્ટી માટે મળી રહ્યા હતા .કોલેજ પૂરી થઈ અને બધા અલગ-અલગ ફિલ્ડ માં આગળ જવાના હતા આજે અહીં બધા ભેગા મળીને કોલેજના દિવસો યાદ કરી અને છૂટા પડતા પહેલા છેલ્લીવાર મળી રહ્યા હતા.વિવેક ,મનીષ અને દીપા આગળ સ્ટડી માટે કેનેડા જઈ રહ્યા હતા . નિત્યા અને ધ્રુવને જોબ મળી ગયો હતો . અંજલી એના પપ્પાનો બિઝનેસ જોઈન કરવાની હતી.અર્જુનની અંજલી . કોલેજની મોસ્ટ પોપ્યુલર પ્રેમીઓ ની જોડી. ડાર્ક એન્ડ હેન્ડસમ અર્જુન અને બ્યુટી ક્વિન અંજલી ની જોડી