સુહાગી સેજની ધીરજ

(15)
  • 5.3k
  • 1
  • 1.8k

સુહાગી સેજની ધીરજ ...!! સુકન્યા સોળ શણગાર સજીને ફૂલોથી સજાવેલા એવા મઘમઘતા સુહાગી ઓરડામાં સુકેતુની રાહ જોતી, મોંઢું ઢાંકીને સેજ પર બેઠી હતી. તેના દિલમાં કેટલીય આશાઓ ભરેલી હતી. સહેજ અવાજ થતાં જ સુકેતુ આવ્યા હશેના ખ્યલે તેના દિલની ધડકનો વધી જતી. આમ જ સુકેતુની રાહ જોતાં જોતાં સુકન્યા ક્યારે ઊંધી ગઈ તેની તેને ખબર જ ન રહી. ફરીથી અવાજ આવતાં જ સુકન્યા ઊંઘમાંથી જાગી ગઈ. જોયું તો રાતનો 1:૩0 વાગ્યો હતા. સુહાગીએ જોયું તો સુકેતું હતા. પરંતુ સુકેતુ તો પોતાનું ઓશીકું અને ચાદર લઈને ચુપચાપ સોફા પર જઈને સૂઈ ગયા. સુકન્યાને કંઈ ન સમજાયું કે એની શુ ભૂલ