અધૂરું સપનું..

(43)
  • 5.4k
  • 2
  • 1.5k

અધૂરું સપનું..જીવીની ખુશી આજે કેમે'ય કરીને સમાતી નહતી. આખી હોસ્પિટલમાં ચોકલેટ વહેંચતા વહેંચતા એ એક જ વાત કહ્યા જતી હતી, "મારું અધૂરું સપનું આજે પૂરું થયું." જીવીના સપના વિશે જાણનાર હોસ્પિટલનો સ્ટાફ પણ જીવી જેટલો જ ખુશ હતો. જોકે કેમ ના હોય.!? આમ તો જીવી એક સામાન્ય સફાઈ કામદાર જ હતી પણ એની કામ પ્રત્યેની ઇમાનદારી, મોઢા પર સદાય રહેતા હકારાત્મકતાના ભાવ અને આંખોમાં ડોકાતી દયાની સાથે સાથે જ એનો હસમુખો અને વાતોડિયો સ્વભાવ એની હાજરી પુરાવવા પૂરતા હતા. એના જેવા નાના સફાઈ કામદારથી માંડીને મોટા ડૉકટર સુધી બધાને એ એના સપના વિશે વાત કરી ચૂકી હતી, તો સારવાર લેવા