તક્ષ

(12)
  • 5.9k
  • 1.7k

સાહેબ.... સાહેબ.... અમારી મદદ કરો.....મારો દીકરો તક્ષ સવાર થી ગાયબ છે..... નાઈટ ડ્યૂટીમાં ઇન્સ્પેક્ટર દવે અને કોન્સ્ટેબલ રઘુ હતા. ઇન્સ્પેક્ટર દવે ટેબલ પર પગ મૂકી આખો બંધ કરી આરામ થી સૂઈ રહ્યાં હતા. કે અચાનક કોઈ ગભરાયેલા માણસ નો અવાજ સાંભળી તે ઉભા થઈ ગયા. એક ૩૦ વર્ષ નો પુરુષ પોલીસે સ્ટેશનમાં કરગરતો રાત્રે ૧૧ વાગ્યે દાખલ થયો,અને સીધો ઇન્સપેક્ટર દવે ના કેબિન તરફ જવા લાગયો."અરે અરે ઉભા રો આમ સીધા અંદર ક્યાં જાવ છો?"-‌ કોન્સ્ટેબલ રઘુ એ પેલા માણસને રોકતા કહ્યું."સાહેબ મારુ નામ રવિ વ્યાસ છે હું અહીંયા જ સિદ્ધિ ફ્લેટ્સ માં રહું છું.સાહેબ મારો દીકરો તક્ષ સવારે સ્કૂલ ગયો