બિંદી

  • 3k
  • 892

બિંદી લસણ ફોલતા ફોલતા તેની વ્હાલી દીકરીને લેશન કરાવતી હતી.. વર્કિંગ-વુમન હોવા છતાં તેની લાઈફ માં કઇ નવીનતા ના હતી.. પારિજાત ના કુમળા ફૂલોની સુંદરતા જેમ સૂર્યની હાજરીથી ધીમે ધીમે વિદાય લે છે એમ જ તેના જીવનમાંથી ઉત્સાહ વિદાય લેવા લાગ્યો હતો.. પણ તે ચહેરા પર ક્યારે એ વસ્તુ દેખાવા ના દેતી એનું એક માત્ર કારણ તેની દીકરી.. વ્યાધિ 7 વર્ષની જ તો હતી.. બિંદી એ એને એકલા હાથે જ ઉછેરી હતી.. બીજા ધોરણ માં ભણતી છતાંય 5 માં ધોરણ ના બાળક જેટલી ક્ષમતા એ ધરાવતી.. બોલે ત્યારે તો સાંભળીયા જ કરીએ એમ થાય...અવાજ મધુર..અને પાછો મીઠો.. વ્યાધિ ની દુનિયા