શેરવાની આ વાત 1975ની આસપાસની છે. બોકરવાડા ગામના મુખ્ય બજારમાં મોકાની દુકાન ધરાવનાર ફકીરચંદ લાભુચંદ દરજી પોતે દરજીની દુકાન ચલાવતો હતો. પિતા લાભુચંદ ખૂબ સારા દરજી હતા અને એ જ વારસો એમણે એમના દીકરા ફકીરચંદને પણ આપ્યો હતો. ફકીરચંદ બાપ કરતા પણ સવાયો અને દરજીકામમાં ખૂબ જ હોંશિયાર હતો. બોકરવાડા અને આજુબાજુના પાંચ ગામના સદ્ધર અને નામાંકિત લોકો પોતાના કપડાં ફકીરચંદ પાસે જ સીવડાવવાનો આગ્રહ રાખતા હતાં. ફકીરચંદ દરજી કામમાં ખૂબ હોંશિયાર હતો અને બીજા દરજીઓ કરતા ઘણો મોંઘો પણ હતો છતાં પણ એના સારા કામની ખ્યાતિના કારણે બારે મહિના એને દરજીકામ ખૂબ જ રહેતું હતું. કામ ખૂબ હોવાના