સાચી સમજ

  • 4k
  • 1.2k

ઉત્તરાયણ મારો ખૂબ જ પ્રિય તહેવાર. ઉત્તરાયણને બે મહિનાની વાર હોય તોય, સાંજે સ્કૂલેથી ઘરે આવીને, ફીરકી પતંગ હાથમાં લઈ હું સીધો ઘરનાં ધાબા પર પતંગ ચગાવવાં જતો રહેતો. મારા ઘરની બાજુમાં રહેતો જીતેષ પણ મારા જેમ પતંગ ચગાવવાંનો શોખીન. એ પણ મારી જેમ સ્કૂલેથી આવીને સીધો જ ધાબા પર ચડી જાય. પણ અમારી બંને વચ્ચે છત્રીસનો આંકડો. અમે બંને એકબીજા સાથે પેચ લડાવીએ અને જો મારો પતંગ કપાય જાય તો હું એની સાથે ઝગડું અને એનો પતંગ કપાય જાય તો એ મારી સાથે ઝગડે. દર વર્ષે અમારી આ મગજમારી હોય જ. એ સમયે હું ચોથા ધોરણમાં ભણતો'તો અને જીતેષ