કાનુડો કે પરી?

  • 3.3k
  • 758

"એક વાત કહું, સાંભળીશ?" "હા બોલ. તારી તો દરેક વાત તું કે ત્યારે હું સાંભળવા તૈયાર છું." સારાઘ્યા તૈયાર થતા વખતે અરીસા સામે જોતાં જોતાં કૃતકને કહી રહી હતી. કૃતક એક વિખ્યાત કોલેજમાં પ્રાધ્યાપક છે અને સારાઘ્યા એક મલ્ટીનેશનલ કંપનીમાં ટીમ લીડ કરે છે. બન્ને વચ્ચે સમજણ અને પ્રેમ એમની ડિગ્રી જેટલા જ ઊંચા સ્તર પર છે. ક્યારેક ખાટી મીઠી તકરાર ને ક્યારેક દુનિયાની વિવિધ ચર્ચાઓ ને વળી ક્યારેક એક બીજા ને ટક્કર આપે એવી શીઘ્ર કવિતાઓની જુગલબંધી. ખુદ લૈલા મજનુ કે હીર રાન્જાને ઈર્ષ્યા થઈ જાય તેવો પ્રેમ. ખૂબ ઊંચી પોસ્ટ પર કામ કરતાં હોવા છતાં કોઈ જાત નો