નીરવ-શાંતિ

(13)
  • 3.5k
  • 1
  • 1.1k

સાંભળો છો ઘરમાં સાકર નથી નાકા ની દુકાને થી અબઘડી લેતા આવો શાંતિ બૂમ પાડતા બોલી.નામ તો એનું શાંતિ પણ ક્યારેય શાંત રહેતા ના આવડે શાંતિ સાથે એને ૩૬ નો આંકડો.બહાર ના રૂમ માંથી નીરવ બોલ્યો ઓફિસ નું કામ ચાલૂ છે અડધો કલાક પછી લઈ આવું.નીરવ ના લગ્ન શાંતી સાથે થયા એ દિવસ પછી એની જીંદગી ની શાંતિ એવી ગાયબ થઈ ગઈ જાણે ગધેડા ને માથે થી શિંગડા ગાયબ થઈ ગયા.આમ તો એમના એરેન્જ મેરેજ હતા, એક બે મુલાકાત માં વધુ ખબર ન પડે એ હિસાબે નીરવ ભરાઈ ગયો અને હવે નિભાવે જ છુટકો વિચારી શાંતિ સાથે મગજમારી ન કરતો