અશ્વમેધા - પ્રકરણ 9

  • 3.7k
  • 1
  • 1.6k

મેધા આ તરફ બધું જ વિચારી રહી હતી. એવામાં એણે જોયું કે જે અગનજ્વાળાઓ અત્યાર સુધી સૂર્યાની આસપાસ ફરી રહી હતી, એ અચાનક શાંત થવા લાગી હતી. એ સાથે જ સૂર્યાની આંખો વધુનેવધુ ભયાનક થઈ રહી હતી. એ મેધાની સામે જ સતત જોઈ રહી હતી. અગ્નિના સંપૂર્ણ શાંત થયા બાદ સૂર્યા છરી લઈને ત્યાંથી ઉભી થઇ. અત્યાર સુધી મેધાને એના હાથની તકલીફ યાદ રહી નહતી. પણ એના હાથમાં પાછી એ જ નકશીકામ કરેલી મોટી છરી જોતા જ એને હાથ પરનો દુખાવો ફરી અનુભવાયો. જેમ સૂર્યા નજીક આવતી ગઈ એમ મેધા એની સામે જ જોઈ રહી હતી. એના મનમાં આ પરિસ્થિતિ