ડરપોક નંદન

  • 3.7k
  • 1.3k

ડરપોક નંદન આ ઘટના 1980ના વર્ષની આસપાસની છે. બોકરવાડા ગામમાં રઘુનાથભાઇ અને તેમના ધર્મપત્ની જાનકીબેન રહેતા હતાં. રઘુનાથભાઇ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. લગ્નના દસ વર્ષ પછી એમને નંદન નામે પુત્ર ભગવાનની કૃપાથી થયો હતો. નંદનના આવવાથી પતિ-પત્નીના જીવનમાં આનંદ છવાઇ ગયો હતો. પરંતુ એ આનંદ વધુ લાંબો સમય રઘુનાથભાઇના જીવનમાં રહ્યો ન હતો. "જાનકી, આપણો દીકરો નંદન ખૂબ ડરપોક છે. બાર વર્ષનો થયો છતાંય પથારીમાં પેશાબ કરી જાય છે. ગામના છોકરાઓ સાથે રમવા માટે પણ જતો નથી. આ ઉંમરે તો છોકરાઓ સંતાકૂકડી, આંબલી-પીપળી, ગીલ્લીદંડા, કબ્બડી જેવી કેટલીય રમત રમતા થઇ ગયા હોય પણ આપણો દીકરો એટલો