એક અનોખો બાયોડેટા (સિઝન-૧) ભાગ-૩

(14)
  • 7.5k
  • 3.5k

નિત્યા એના લેકચર્સ અને કોલેજનું બધું કામ સમેટી એનું કેબીન લોક કરી બીજા સ્ટાફ મેમ્બર્સને બાય કહેતા કહેતા દેવના કેબીન આગળ પહોંચી.(નિત્યા અને દેવ કોલેજમાંથી સાંજે ઘર માટે નીકળતા પહેલા હંમેશાં એકબીજાને મળીને જ જતાં.ભાગ્યે જ એવું બનતું કે એ બંને માંથી એકનું કામ કોલેજમાં વહેલા પૂરું થતા ઘરે જવા જલ્દી નીકળી જતા બાકી રોજ તો બીજા સ્ટાફ સાથે ૫:૩૦ એ જ કોલેજમાંથી નીકળતા. આમ તો એ બંનેની સોસાયટી આજુબાજુમાં જ હતી પણ કામ વગર એકબીજાના ઘરે જવાનું ટાળતા.)નિત્યા હજી દેવના કેબિનનો દરવાજો ખોલવા જ જતી હતી ત્યાં મોહનકાકા આવ્યા અને બોલ્યા,"નિત્યા મેડમ દેવ સર કેબિનમાં નથી"."તમને કેવી રીતે ખબર?""હું