આ ઘટનાને લગભગ એક દાયકો થઇ ગયો પણ આજે પણ જ્યારે એને યાદ કરીએ તો મન લાગણીથી છલકાઇ ઊઠે છે. અને એક જ વિચાર આવે કે શું એ પણ યાદ કરતી હશે ? એ સમયે રેહાન દસમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. અને એક વખત ટ્રેન સફર દરમિયાન તે ઘરે થી તો વેકેશનની માજા માણવા નીકળયો હતો પણ તેનું મન બીજે ક્યાંક જ હતું. હા તમે જે સમજો છો તે જ તેનું એક છોકરી પર તેનું દિલ આવી ગયું હતું. નામ હતું એનું આરાધના. આરાધના પણ દસમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી તેનું પણ વેકેશન શરુ થયું હતું. તો હવે આપણે વધીશુ, રેહાન તેના પરિવાર સાથે