સોનાની નથળી

(14)
  • 3.5k
  • 1.2k

અમદાવાદની હોસ્પિટલમાં એક યુવાન ડોક્ટરે ખુબજ કડકતા અને ક્રૂરતાથી જવાબ આવ્યો, "એક લાખ રૂપિયા પેલા ભરો અથવા બીજે લઈ જાવ" ફરી એની એજ આજીજી કરતા રેવા રડમસ અવાજે બોલી ઉઠી,"સાહેબ મારા દીકરાને બચાવી લ્યો,તમારી પાઇ પાઇ ચૂકવી દઈશ".... આનાથી આગળ રેવા કંઇ બોલી ના શકી,એ રડી પડી. ડોક્ટરે તરતજ તેના દીકરાને અહીંથી લઈ જવા અને રૂમ ખાલી કરવાનો આદેશ આપી દીધો. હોસ્પિટલની બહાર વરસાદ વાતાવરણને ઠંડુ બનાવી રહો હતો પરંતુ આ સ્ત્રીની આત્માને તેણે વધુ મુજવી,થકવી અને વ્યાકુળ કરી મૂકી. હોસ્પિટલ ની બારે જીપોની નજીક જઈ એક જીપનાં ડ્રાઈવર ને બોલી, "ભાઈ સવાંપુર જવું છે" એને જોઈ જીપમાં બેસેલા