તલાશ - 1

(90)
  • 15.2k
  • 8
  • 7.9k

તલાશ 1 23-01-1999 શનિવાર: પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ઓફ્ફ વ્હાઇટ કલરની એક કૉન્ટૅષા ક્લાસિક કાર `લગભગ 60 કિમિ ની સ્પીડે વાસીમ નાકા પાસેથી પસાર થતી હતી. ડ્રાઇવિંગ કરી રહેલા જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા. યાની જેજેજે કારના સ્ટીરીયો ની સાથે સાથે વાગતી ગઝલ "હમ તેરે શહેર મે આયે હે મુસાફિર કી તરહ" ગણગણી રહ્યો હતો. અચાનક મોબાઈલની રીંગ વાગી. અત્યારે રાત્રે પોણા અગિયાર વાગ્યે કોને મારું કામ પડ્યું. એમ વિચારતા એણે મોબાઇલની સ્ક્રીન નજીક લાવીને નામ કે નંબર જોવા લાગ્યો સાથે સાથે વિચાર્યું કે આ પોણા ઇંચની સ્ક્રીન કરતા થોડી મોટી સ્ક્રીન હોય જેમ કે 3-4 ઈચની તો કેવું સારું પડે. પણ 1999માં એ સૌથી લેટેસ્ટ મોબાઇલ એની પાસે હતો. સ્ક્રીન પર કોઈ અજાણ્યો મોબાઇલ નંબર હતો. શીટ ... 8 રૂપિયા લાગી જશે ઈન કમીંગ ના જો રોંગ નંબર હશે તો.. પણ એનું કામ જ એવું