એર શુઝ આ વાત 2060ની છે.... "યાર માર્ક, મારે મારા દાદાને એરશુઝ ભેટ આપવા છે. આ એરશુઝના કારણે જીવન જીવવામાં કારણે કેટલી સરળતા પડે છે. પગમાં પહેરી લો અને ઉડીને સીધા સ્કૂલે પહોંચી જાઓ. પાછા ઉડીને એક ક્લાસરૂમમાંથી બીજા ક્લાસરૂમમાં પણ જઇ શકાય અને સ્કૂલેથી પાછા ઉડીને ઘરે આવી શકો અને રાત્રે મિત્રોને મળવા માટે ઉડીને એના ઘરે પણ જઇ શકો અને તોય થાક ના લાગે. આટલી સરસ લેટેસ્ટ અને આધુનિક સુવિધા હોવા છતાં મારા સુજલદાદા ગાર્ડનમાં ફરવા ચાલતા-ચાલતા જાય છે. એમને તો મારું આ નામ પણ ગમતું ન હતું. એ તો મારું નામ શુભમ પાડવા માંગતા હતાં પણ