મોનીકા - ૧

(12)
  • 4.6k
  • 1
  • 2k

વર્ષ ૨૦૦૯ અમદાવાદ ની એક એમ.એસસી. કોલેજના માઇક્રો- બાયોલોજી વિભાગ ના નોટિસ બોર્ડ પર વિદ્યાર્થીઓ ની ભીડ જામેલી હતી. આ ભીડ નોટિસ બોર્ડ ઉપર લગાવેલ એક કાગળ માં પોતાનું ભવિષ્ય જોઈ રહી હતી. કોઈ ના ચહેરા પર ખુશી હતી તો કોઈ ના ચહેરા પર હતાશા હતી. એવા મા ત્યાં મૈત્રી પણ ભીડ મા થોડી ધક્કામુક્કી કરી ને આગળ પોતાનું પરિણામ જોવા પહોંચી જાય છે. પરિણામ જોઈ ને તે બહાર આવે છે જ્યાં મોનિકા ઊભી હોય છે. મૈત્રી મોનિકા ની પાસે જઈ ને ખુશી થી તેને ભેટે છે અને તેની પીઠ પર જોર થી એક ધબ્બો મારે છે અને કહે છે..