લોટરી, લેખક: નાગરાજ "હ્ર્દય" મારી આંખો ઉપર ઇશવરે બનાવેલી તારલા જડિત કાળી ચાદર ઢંકાયેલી હતી. એ ટમટમતાં તારાઓમાં હું મારી ખૂદની કલ્પનાને આકાર આપી રહ્યો હતો. પરંતું દર્યાની નાની નાની લહેરો તે સમયે મને ખલેલ પહોંચાડતી હતી. દર્યા કિનારાની ભિની રેતી પણ મારા ફાંટેલાં લૂગડામાંથી મને ગલગલીયા કરતી હતી. તે સમયે સમુદ્રના તરંગો મારા પગને સ્પ્ર્ષીને મને વહાલ કરતાં હતાં. પૂરો દિવસ ઉનાળાની ગરમીએ મારા પર જૂલમ ગુજાર્યો હતો. તેથી દર્યાની ઠંડી લહેર અંતર મનમાં શિતળતા પહોંચાડતી હતી. તે સમયે ત્યાં મારા સિવાય કોઈ ન હતું. હું રેતીને મારી પથારી બનાવીને પડ્યો હતો. સજિવ સૄષ્ટી કરતાં મને પ્રકૄતીની સૄષ્ટી વધું ગમતી.