પ્રેમ નો પગરવ - ભાગ ૨

(21)
  • 6.5k
  • 2
  • 3.3k

આપણે આગળ જોયુ કે એક ગરીબ પરિવાર નો છોકરો પંકજ આગળ અભ્યાસ કરવા માટે અમદાવાદ જાય છે અને અમદાવાદ પહોચી ને કિશોરભાઈ ને ફોન કરે છે પણ કિશોરભાઈ હું નહિ આવી શકુ એવું ફોનમાં કહે છે. હવે આગળ.... ફોન કટ થઇ ગયા પછી સામેથી કિશોરભાઈ નો ફોન આવે છે. સોરી બેટા નેટવર્ક જતું રહ્યું હતું એટલે ફોન કપાઈ ગયો હતો. સાંભળ બેટા પંકજ મારે થોડું કામ આવી ગયું છે. એટલે હું તને લેવા નહિ આવી શકુ પણ મારી દીકરી ભૂમિ તને રેલ્વે સ્ટેશન લેવા આવશે. તું ત્યાં બેસી રહેજે. હું તેને હમણાં તને લેવા મોકલુ છું. આટલું કહી કિશોરભાઈ એ ફોન