પ્રેમ નો પગરવ - ભાગ ૧

(31)
  • 11.1k
  • 2
  • 6.6k

અમરેલી જિલ્લા નું એક નાનકડું ગામ ચલાલા. આમ જોઈએ તો તે ચલાલા ગામડું નહિ ને શહેર પણ નહિ, બસ વસ્તી હશે સીતેર હજાર ની, તેમાં એક દાનેવ સોસાયટી માં આવેલ એક નાનું મકાનમાં એક પરિવાર રહે. તે પરિવાર અતિ ગરીબ હતું. પરિવારમાં હસમુખભાઈ તેમની પત્ની ગીતાબેન અને દીકરો પંકજ રહેતા. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવનાર હસમુખભાઈ ની હવે ઉંમર થતાં હવે તેનાથી કામ થઈ રહ્યું ન હતું. તો પણ તે મજૂરી કરીને માંડ માંડ ઘર ચલાવવાતા. ગીતાબેન કોઈક ના ઘરે જઈ વાસણ કે સફાઈ કામ કરીને થોડા પૈસા લઈ આવતા. આમ કરીને તેમનું ઘર ચાલતું. હવે દીકરો પંકજ મોટો થઈ ગયો હતો.